સુરત: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદની શરુઆત થઈ છે. કડોદરા, પાલ તેમજ અડાજણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ઘોઘમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે, વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.
Site | Subscription Price | Supported Countries |
---|---|---|
FuboTV | 5-day free trial, $10–$90/month | USA, Canada, Spain |
ESPN+ | $11.99/month | USA |
Fanatiz | €6.99–€10.99/month | Worldwide |
StreamLocator | 7-day free trial, no credit card required! $9.90/month | Worldwide |
સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે. કડોદરા, પાલ અને અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. વરસાદને કારણે રાહદારીઓ તેમજ જનતાને તકલીફ પડી રહી છે. આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી સુરત શહેર અને ગ્રામ્ય પંથકમાં વાદયછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું.
સુરત શહેરમાં વરસાદ શરુ થતાની સાથે જ પાણી ભરાવાનું પણ શરુ થઈ ગયું છે. ધોધમાર વરસાદને પગલે વાહન ચાહકો પરેશાન થઈ રહ્યા છે. ભારે પવન સાથે વરસાદે એન્ટ્રી કરી છે.
Site | Subscription Price | Supported Countries |
---|---|---|
FuboTV | 5-day free trial, $10–$90/month | USA, Canada, Spain |
ESPN+ | $11.99/month | USA |
Fanatiz | €6.99–€10.99/month | Worldwide |
StreamLocator | 7-day free trial, no credit card required! $9.90/month | Worldwide |
હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી
ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.
ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. હવામાનના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ચાર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વધુ વાંચો